પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા
જન્મતારીખ : 09-05-1946
જન્મભૂમિ અને કર્મભૂમિ જામજોધપુર જિ. જામનગર)
અભ્યાસ : પ્રાથમિક-હાઈસ્કૂલ શિક્ષણ, જામજોધપુર બી. એ. -
ઉપલેટા મ્યુનિ. આર્ટ્સ કૉમર્સ કૉલેજ 1965થી 69
એમ.એ. - બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢ - 1971-72 એલએલબી - લૉ કૉલેજ,
જૂનાગઢ - 1971-72
પીએચ.ડી. - 1994 માર્ગદર્શક - પ્રો. ડૉ. એ. એમ. રાણિંગાસાહેબ
(વિષય : નવલકથાકાર ‘દર્શક’- સમીક્ષાત્મક અધ્યયન)
અધ્યાપક તરીકે સેવા - માતુશ્રી અમૃતબા વાલજીભાઈ દામજીભાઈ સવજાણી -
આર્ટ્સ-કૉમર્સ કૉલેજ, જામજોધપુર - 1972થી 2008 (36 વર્ષ)
- લાયન્સ ક્લબ, જેસીઝ, હોમગાર્ડ્ઝ, એન.સી.સી., લોક અદાલત, આકાશવાણી - રાજકોટ વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા. કૉલેજ ઉપરાંત અન્ય સંસ્થાઓ દ્વારા યોજાતી વક્તૃત્વ-નિબંધ- રાસગરબા-નાટક-સંગીતની સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવા. કૉલેજના સાંસ્કૃતિક વિભાગના વડા તરીકે વિવિધ કાર્યક્રમોના સંચાલક, સંયોજક, સંકલનકર્તા. વિવિધ ગુજરાતી સામયિકોમાં લેખો-કાવ્યોનું પ્રકાશન. અત્યાર સુધીમાં સોળ ગ્રંથોનું પ્રકાશન - વિદ્યાર્થીપ્રિય અધ્યાપક.
પુસ્તકો -
૧. અમારું આકાશ - [ ડૉ.અંબુભાઈ પટેલની સંજીવની જડીબુટ્ટીનો સંસ્પર્શ પામેલા મિત્રોના સંસ્મરણો ]
૨. પત્રયાત્રા
૩. આપણા મલકનાં મોંઘેરા માનવી
૪. નાનજી કાલિદાસ મહેતા - [ ગુર્જર માનવરત્ન શ્રેણી ]
૫. અરદેશર ગોદરેજ - [ ગુર્જર માનવરત્ન શ્રેણી ]
૬. ઝળહળ ઝાકળ - [ નાનકડાં ચિંતન પુષ્પોનો સંગ્રહ ]
૭. ઝિલમિલ તારક - [ નાનકડાં ચિંતન પુષ્પોનો સંગ્રહ ]
૮. ઝગમગ દીપક - [ નાનકડાં ચિંતન પુષ્પોનો સંગ્રહ ]
૯. શ્રી બાવીસી માતાજી વૃતાંત.
૧૦. સૌમ્ય - રમ્ય નામ માળા - [ શુદ્ધ ગુજરાતી ભારતીય સુસંસ્કૃત નામોનો સંગ્રહ ]
૧૧. દર્શક કૃત - દીપ નિર્વાણ [ સમીક્ષાત્મક અધ્યયન ]
૧૨. દર્શક કૃત - સોક્રેટીસ - રસ દર્શન [ સમીક્ષાત્મક અધ્યયન ]
૧૩. દર્શક કૃત - ઝેર તો પીધા છે જાણી જાણી - રસ દર્શન [ સમીક્ષાત્મક અધ્યયન ]
૧૪. દર્શક - જીવન અને કવન [ સમીક્ષાત્મક અધ્યયન ]
૧૫. દર્શક કૃત - કુરુક્ષેત્ર - રસ દર્શન [ સમીક્ષાત્મક અધ્યયન ]
૧૬. ગંગોત્રી થી ગંગા સાગર [ શ્રી ઓધવજીભાઈ પટેલ - મોરબી જીવન ચરિત્ર ]
[ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિમોચન કરવામાં આવ્યું ]

